ઘરે રોકડ રૂપિયા નથી તો ગભરાશો નહીં.

કોરોના વાયરસને રોકવા માટે દેશભરમાં આગામી 21 દિવસો માટે લૉકડાઉન (Locked Down) કરી દેવામાં આવ્યું છે. એવા સમયે જો આપને કોઈ કામ માટે રોકડની જરૂર પડે છે અને આપની પાસે રોકડ નથી તો ગભરાશો નહીં. તમે આ સમયે રૂપિયા ઘરે બેઠા બેંકથી મંગાવી શકો છો. SBI, ICICI, Axis, Kotak જેવી અનેક બેંક ગ્રાહકો માટે આ સુવિધા આપે છે.

ICICI બેંકની વેબસાઇટ મુજબ, ઘર પર રોકડ ડિલિવરી માટે બેંકની વેબસાઇટ પર Bank@homeservice લૉગ ઇન કરવાનું હોય છે કે કસ્ટમર કેર પર ફોન કરીને પણ સુવિધાથી જોડાઈ શકો છો. રોકડ મંગાવવા માટે સવારે 9 વાગ્યાથી બપોરે બે વાગ્યાની વચ્ચે અનુરોધ કરી શકે છે. બે કલાકની અંદર આપના જરૂરિયાતના રૂપિયા મળી જાય છે. તેના દ્વારા બે હજારથી લઈને બે લાખ રૂપિયા સુધી મંગાવી શકાય છે. તેની પર 50 રૂપિયા ચાર્જ અને તે ચાર્જ પર 18 ટકા સેવાચાર્જ જોડી લઈએ તો લગભગ 60 રૂપિયા પડે છે.
40 કરોડ ગ્રાહકોવાળી SBI પણ ડોરસ્ટેપ ડિલિવરી હેઠળ ઘરે રોકડ મંગાવો, પૈસા જમા કરાવવાની સુવિધા ગ્રાહકોને આપે છે. હાલ આ સુવિધા માત્ર સિનિયર સિટીઝનો, દિવ્યાંગો કે વિશેષ રજિસ્ટર્ડ ગ્રાહકો માટે છે. તેનો ચાર્જ 100 રૂપિયા છે. દેશની સૌથી બેંક HDFC પણ ઘરે રોકડ પૂરું પાડે છે. તેની મર્યાદા પાંચથી 25 હજાર રૂપિયા સુધી હોઈ શકે છે. તેના માટે 100થી 200 રૂપિયા ચાર્જ બેંક લે છે. કોટક, એક્સિસ અને અન્ય બેંક પણ કેટલીક શરતોની સાથે આવી સુવિધાઓ આપે છે. અનુરોધ કરવા માટે બેંકની એપનો ઉપયોગ કરી શકે છે.

જો આપની પાસે બેંકમાં રકમ નથી અને તાત્કાલિક રકમની જરૂર છે તો ઇનસ્ટન્ટ લોન આપનારી તમામ ફિનટેક કંપનીઓ પણ આપની મદદરૂપ થઈ શકે છે. મનીટૈપના સીબીઓ કૃણાલ વર્માનું કહેવું છે કે કોઈ પણ ગ્રાહક માત્ર એપ દ્વારા કેવાયસી પૂરી રીતે 12થી 24 કલાકની અંદર લોન લઈ શકે છે. જોકે આ રકમ સીધી ખાતામાં આવશે. જેનો ઉપયોગ કરી ગ્રાહક ઘરે બેઠા બેંકની રોકડ મંગાવી શકો છો કે ડિજિટલ લેવડ-દેવડ કરી પોતાની જરૂરિયાત પૂરી કરી શકો છો.

‘થપ્પડ’ ફીલ્મ ના ડીરેક્ટર એ આપી ગાળો

તાજેતરમાં તાપસી પન્નુને લીડ રોલમાં દર્શાવતી ફિલ્મ ‘થપ્પડ’ રિલીઝ થઈ. આ ફિલ્મને ક્રિટિક્સે ઘણી વખાણી હતી, પણ પબ્લિકને આ ફિલ્મ કંઈ ખાસ પસંદ ન આવી અને બોક્સ ઓફિસ પર તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. હવે લાગે છે કે આ ફિલ્મના ડિરેક્ટર અનુભવ સિંહા પણ આ ફિલ્મની નિષ્ફળતાથી બોખલાઈ ગયા છે. અનુભવ સિંહાએ સોશયલ મીડિયા પર આ ફિલ્મની ટીકા કરનારાઓને ગંદી ગાળો લખી છે. અનુભવ સિંહા એ પોતાના ટ્વેઈટર એકાઉન્ટ પર ટીકા કરનારા ને ગાળો આપી

આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ભારતીયો નું સ્વપ્ન અધૂરું રહી ગયું.

આજે મહિલા ક્રિકેટ ટીમ નું સ્વપ્ન અધૂરું રહી ગયું.

આજે ફાઇનલ મેચ માં ઑસ્ટ્રેલિયા સામે ની મેચ માં ભારત ની હાર થઈ છે.

ઓસ્ટ્રેલિયા ના 184 રન ના સ્કોર સામે ભારતીય મહિલા ટીમ ફક્ત 99 રન માં ઓલઆઉટ થઈ ગઈ હતી.

શરૂઆત માં વિકેટ ગુમાવી જેથી ભારતીય મહિલા ટીમ મુશ્કેલી માં મુકાઈ ગઈ હતી.

મહિલા ક્રિકેટર્સ દવારા આજે ખુબજ નબળું પરફોર્મન્સ જોવા મળ્યું.પણ ઠીક છે ફાઇનલ સુધી પહોંચ્યા એ પણ ખૂબ ઉમદા ખેલદીલી સાથે એ બદલ ભારતીય ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન.

લોકલ ટ્રેન ની મુસાફરી

આમતો હું બહુંજ ઓછું ટ્રેન માં મુસાફરી કરું છું પણ મારો ટ્રેન માં મુસાફરી કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો.


પ્લેટફોર્મ પર ઉભો હતો ને જેવી ટ્રેન આવી એટલે બધી ભીડ ટ્રેન માં ચડવા માટે ધક્કામુક્કી કરવા લાગી એટલી જ ઉતાવળ ટ્રેન ની અંદર થી ઉતરવા વાળા પેસેન્જર્સ ને હતી. મને પણ એક ધક્કો વાગ્યો એટલે હું પણ સીધો ટ્રેન માં ચડી ગયો જેમાં મારે ખાસ મહેનત કરવાની જરૂર ના પડી. ભીડ તો એટલી હતી કે બેસવાનું તો દૂર ઉભા રહેવા માટે પણ જગ્યા નહોતી. પણ એટલું છે ટ્રેન માં દરેક વ્યક્તિ પાસે થી કૈક અલગ જાણવા અને શીખવા મળે, ભાતભાત ના લોકો મળે.

ટ્રેન માં એમાં પણ ખાસ કરીને જે ફેરિયા આવે એ બિચારા ઉભા રહેવાની જગ્યા ના હોય એમાં માથે સામાન મૂકી ને બધા ડબ્બા માં ફરી ને વેપાર કરે. એમાં પણ એમની વેપાર કરવાની રીત માં એક છટા હોય છે.

એમા બાજુ માં કોઈ વડીલ આવી જાય જે બિચારા પહેલી વાર ટ્રેન માં આવ્યા હોય એટલે થોડી વાર થાય એટલે પૂછે “કયું સ્ટેશન આવ્યું??”

ડેઇલી અપડાઉન વાળા તો એમની અલગ મજા માં હોય એ રોજની માફક ઘરે હોય એમ બૂમાબૂમ કરી મૂકે. એમના ગ્રુપ માં પણ અંદરોઅંદર એકબીજા ની ખેંચાખેંચ અને મજાકમસ્તી કરતા હોય.

પાછી એમાં પણ જો કોઈ બે વ્યક્તિ ને વાતો વાતો માં રાજકારણ ની વાત આવી જાય અને ટસલ થઈ જાય તો છેક સુધી એજ ચાલ્યા કરે.

અહીંયા પણ એક લવ બર્ડ કપલ હોય જે એક ની સીટ માં બે બેઠા હોય અને એકબીજા ની વાતો માં મશગુલ થઈ જાય અમુક વાર તો એવું લાગે કે જાણે આજ એમના માટે સનસેટ પોઇન્ટ હોય.

અને હા દરેક મુસાફરી માં તમારા ડબ્બા માં એક એવા કોમેડિયન અંકલ કે આન્ટી હોય જ. જે તમારા આખા દિવસ ના સ્ટ્રેસ ને હસાવી હસાવી દૂર કરી નાખે.

અને છેલ્લે આપણું સ્ટેશન આવે એટલે ઉતારવાની મહેનત તો કારવાની જ નઈ એક ધક્કો વાગે એટલે પાછા પ્લેટફોર્મ પર.

ટ્રેન ની મુસાફરી પણ જબરી છે હો….

૧૮/૦૨/૨૦૨

મંગળવાર

“અનુભવ “

અનુભવ સારો હોય કે ખરાબ, આપણને કૈક શીખવાડતો જાય છે. ઘણા અનુભવ એવા પણ હોય છે જે આપડે ક્યારેય ભૂલી શકતા નથી કે પછી જાતે ક્યારેય ભૂલવા માંગતા નથી.

પણ હું તો એને જ હોશિયાર ઘણીશ જે વ્યક્તિ પોતાના ખરાબ અનુભવ માંથી કૈક હકારાત્મક પ્રેરણા મેળવી ને એ કડવા અનુભવ ને મીઠી યાદો માં પરિવર્તિત કરી દે.

ઘણીવાર કડવા અનુભવ પણ યાદ રાખવા યોગ્ય હોય છે, જે તમને તમારા ખરાબ સમય નો વારંવાર યાદ અપાવે છે. હાલની ખુશી માં તમને તમારા એ અનુભવ તમને એ ખુશી ને કાયમ માટે તમારી સાથે સાંકળી રાખવા માટે તમને પ્રોત્સાહિત કરે છે.

સૌથી મોટો ગુરૂ ઠોકર છે સાહેબ
ખાતા જાવ અને શીખતા જાવ”

દરેક અનુભવ સારા હોય એવું પણ નથી હોતું ઘણા અનુભવ એવા હોય છે કે જેને ભૂલી જવાય એમાજ મજા હોય છે. જો તમે એને ભૂલી જાવ તોજ જિંદગી માં આગળ વધી શકો.
એવું પણ નથી કે તમે ત્યાંજ અટકી જાવ પણ એ આપણે આપણા દ્યેય સુધી પોહચવામાં આડા આવી શકે છે. માટે સારા અનુભવ નું ઉદાહરણ લઇ અને ખરાબ અનુભવ ને એક સપના ની જેમ ભૂલી જઈને પોતાના દ્યેય પ્રાપ્ત કરવા મહેનત કરીએ.

હોશિયાર માણસ પોતાની ખબર પરિસ્થિતિ ને પણ એક તક તરીકે જોતો હોય છે, એ પોતાના એ અનુભવો માંથી પણ કંઈક શીખી લેવાની ઈચ્છા ધરાવતો હોય છે. તે વ્યક્તિ એવું વિચારતો હોય છે કે કુદરતે એ તેને આ એક તક આપી છે.


૧૩/૦૨/૨૦૨૦
ગુરુવાર
રાત્રે ૧૧:૨૦

Create your website at WordPress.com
Get started